સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લાખો રૂપિયાની છેતરપિંડીના એક જૂના કેસમાં પોલીસને 8 વર્ષ બાદ મોટી સફળતા મળી છે. પોલીસે ફરિયાદી સાથે ₹13.95 લાખથી વધુની છેતરપિંડી આચરી ફરાર થઈ ગયેલા આરોપીને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યો છે.
છેતરપિંડીનો આરોપીને 8 વર્ષે પકડાયો
પ્રાપ્ત માહિતી અનુસાર, પુણા પોલીસ સ્ટેશનમાં આ કેસ અંગે ફરિયાદ નોંધાઈ હતી. આરોપી અલ્પેશ જીવરાજભાઈ નાવડીયાએ ફરિયાદી પાસેથી એમ્બ્રોઈડરીનું કામ કરાવ્યું હતું. આ કામની કુલ રકમ ₹૧૩,૯૫,૦૦૦/- (તેર લાખ પંચાણુ હજાર રૂપિયા) જેટલી થઈ હતી. કામ પૂર્ણ થયા બાદ આરોપી અલ્પેશે ફરિયાદીને આ રકમની ચુકવણી કરી ન હતી અને છેતરપિંડી કરીને સુરત છોડીને ફરાર થઈ ગયો હતો. છેલ્લા આઠ વર્ષથી આરોપી પોલીસ પકડથી દૂર હતો.










