સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ બાદ શુક્રવારે થોડી મેઘમહેર થતા લોકોને અસહ્ય ઉકળાટ અને અકળાવનારા બફારાથી રાહત મળી હતી. સમગ્ર વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઇ છે. બપોરે સુરત જિલ્લાનાં વિવિધ ગ્રામ્ય વિસ્તારો જેવા કે કીમ, કોસંબા, માંગરોળ, ઉમરપાડા, કામરેજ સહિતનાં આસપાસનાં પંથકોમાં વરસાદી ઝાપટા પડવાનું શરૂ થયું હતું. આ દરમ્યાન કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડયો હતો. કેટાલક ગ્રામ્ય વિસ્તારોનાં જોરમાં વરસાદ પડતાં મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. વરસાદનાં કારણે સુરત જિલ્લાનાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ખેડૂતો વાવણી લાયક વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: