સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોને શુદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ખાઉધર ગલી વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


ખાઉધર ગલીમાં SMCનું ચેકિંગ

આ ચેકિંગ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમે વિવિધ ફૂડ સ્ટોલ અને લારીઓમાંથી કુલ 26 ફૂડના સેમ્પલ લીધા હતા, જેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ સેમ્પલનો રિપોર્ટ આગામી 14 દિવસમાં આવવાની શક્યતા છે, જે ફૂડની ગુણવત્તા સ્પષ્ટ કરશે.

આરોગ્ય વિભાગે 26 ફૂડના સેમ્પ લીધા

ચેકિંગ દરમિયાન ફૂડ વિભાગને કેટલીક જગ્યાએ ગંદકી અને સ્વચ્છતાના અભાવ જોવા મળ્યા હતા. આ મામલે વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને સંબંધિત વિક્રેતાઓને નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત, સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ₹3,800નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. SMCના ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે શુદ્ધતા અને ગુણવત્તાના ધોરણો જાળવવા માટે શહેરના અન્ય વિસ્તારોમાં પણ ચેકિંગની કામગીરી યથાવત રાખવામાં આવશે.

આ પણ વાંચો: વલાસણા હાઇવે પર દારૂની રેલમછેલ, પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતાં કાર પલ્ટી


વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d

  • Follow us on: