સુરતમાં યુવા પેઢીમાં નશાનું પ્રમાણ વધારતા તત્ત્વો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. SOGએ આજે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી પાન-મસાલાની દુકાનો અને પાન પાર્લરો પર તવાઈ બોલાવી હતી, જેઓ **'ગોગો પેપર'**નું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પેપરનો ઉપયોગ મુખ્યત્વે ગાંજાના સેવન માટે થાય છે. SOG ની ટીમે અલથાણ, વેસુ, સિટીલાઈટ, પાલ અને અડાજણ જેવા સુરતના પોશ અને વ્યસ્ત વિસ્તારોમાં અલગ-અલગ પાન પાર્લરોમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન અનેક દુકાનોમાંથી 'ગોગો પેપર'નો ગેરકાયદેસર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.


પોલીસે કડક પગલાં લીધા

પોલીસે માત્ર જથ્થો જપ્ત કરીને સંતોષ માન્યો ન હતો, પરંતુ યુવા પેઢીને નશાની લત તરફ ધકેલનારા આ વેપારીઓ સામે એક અનોખા અને કડક પગલાં લીધા હતા. પોલીસે પાન પાર્લરના દુકાનદારોને જાહેરમાં માફી મગાવી અને તેમની પાસે ઉઠક-બેઠક કરાવી હતી. આ ઉપરાંત, પોલીસે તમામ દુકાનદારોને ભવિષ્યમાં ફરી ક્યારેય આ પ્રકારની ભૂલ નહીં કરવાની શપથ લેવડાવ્યા હતા. પોલીસે કાયદાનું પાલન અને યુવાનોના ભવિષ્યનું મહત્ત્વ સમજાવીને દુકાનદારોને ચેતવણી આપી હતી.

આ પણ વાંચો : Ahmedabad News : બે દિવસની હાલાકી બાદ સ્થિતિ સામાન્ય, ઇન્ડિગોની 27 ફ્લાઇટ્સનું સફળ સંચાલન, એકપણ રદ નહીં

  • Follow us on: