સુરત મહાનગરપાલિકા (SMC)ની શિક્ષણ સમિતિની સામાન્ય સભા આજે ઉગ્ર માહોલમાં યોજાઈ હતી. સભામાં મુખ્યત્વે BLO (બૂથ લેવલ ઓફિસર)ની કામગીરીને કારણે સર્જાયેલી શિક્ષકોની અછતનો મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હતો, જેના પર શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા. વિપક્ષે ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે, શિક્ષકોને BLOનું કામ સોંપાતા શાળામાં શિક્ષકોની અછત ઊભી થઈ છે અને તેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે.


સુરત શિક્ષણ સમિતિમાં ધમાલ

વિપક્ષે આક્રોશ વ્યક્ત કર્યો કે અનેક વર્ગોમાં શિક્ષક વગર જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. આ ઉપરાંત, વિપક્ષે એવો પણ આક્ષેપ કર્યો હતો કે BLOની કામગીરી કરતા શિક્ષકોને ધમકીભર્યા મેસેજ પણ આપવામાં આવી રહ્યા છે. આ મુદ્દે ભારે હોબાળો થતાં સભાનું સંચાલન કરવું મુશ્કેલ બન્યું હતું. વિપક્ષે માંગ કરી છે કે BLOનું કામ શિક્ષણ બહારના અન્ય કર્મચારીઓને સોંપવું જોઈએ.


  • Follow us on: