વ્યારા : નિઝર સ્થિત શ્રી એસ.જી.પટેલ આર્ટ્સ એન્ડ શ્રી પી.કે.દેસાઇ કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. નીતિન પી. પટેલ તથા ડો. નિશાબહેન આઇ. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. પટાંગણમાં વિવિધ રોપાનું વાવેતર કરવા સાથે વિદ્યાર્થીઓએ રોપાની નિયમિત સારસંભાળનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમમાં કોલેજના અન્ય સ્ટાફમિત્રોએ પણ સક્રિય સહભાગી થયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો