દિવાળીના વેકેશનમાં મોટરસાયકલ ઉપર સવાર ત્રણ ચોર રાત્રે કરણ ગામે બંધ ઘરની 3 મિનિટ 44 સેકન્ડ સુધી રેકી કરી નાસી છૂટયા હતા. ચોરો CCTVના ફૂટેજમાં દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો હાલમાં દિવાળીની રજા હોવાથી મોટા ભાગના લોકો પોતપોતાના વતન અથવાતો બહારગામ પ્રવાસે ગયા છે તેવા સંજોગોમાં પલસાણા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલા કરણ ગામે ત્રણ ઇસમો મોટરસાયકલ ઉપર સવાર થઈ મોઢા ઉપર માસ્ક અને કેપ પહેરીને રાત્રિના 12 વાગ્યાને 12 મિનિટે એક બંધ ઘરની સામે મોટરસાયકલ મૂકી એક ઇસમ ઘરના દરવાજા તેમજ આસપાસનો વિસ્તાર જોઈ રહ્યો હતો ત્યારે બીજો ઇસમ પણ બંધ ઘરની પાસે જઈને તપાસ કરી જાણે ઘરની રેકી કરવા આવ્યા હોય અને કોઈક જોઈ ગયાની બીકે ત્રણેય ચોર 12 વાગ્યાને 15 મિનિટ 56 સેકન્ડે મોટરસાયકલ લઈને નીકળી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
