માંગરોળ તાલુકામાં પડેલા ભારે વરસાદનાં પગલે કીમ અને ભુખી નદીમાં પુર આવ્યા હતા. જેના કારણે ગામોમાં તેમજ કોતરોમાં પાણી ભરાઇ જતા મોટું સંકટ ઊભુ થયું હતું.

પુરનાં પાણી ગામડાઓમાં ફરી વળતા માંગરોળ તાલુકાનાં કુલ 53 જેટલા ગામો પ્રભાવિત થયા છે, જેનાં કારણે 2677 કુટુંબોની 6141 જેટલી માનવ વસ્તીને સીધી અસર પહોંચી હતી. આ કુદરતી આફતમાં ધારાસભ્ય ગણપત વસાવા સ્થાનિક પ્રશાસન સાથે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. તેમણે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર, સરકારી કર્મચારીઓ તેમજ સંબંધિત ગામોનાં તલાટી કમ મંત્રી, સરપંચો અને ભાજપનાં કાર્યકર્તાઓનાં સહયોગથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળાંતર કરાવ્યું હતું.

પુર પ્રભાવિત વિસ્તારોની પરીસ્થિતિની સમીક્ષા કર્યા બાદ અસરગ્રસ્ત પરીવારોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે ભાજપ દ્વારા દાળ, ચોખા, તેલ અને મસાલો જેવી જીવન જરૂરીયાતની ચિજવસ્તુઓનો સમાવેશ કરતી 10 હજાર રાહત કીટ વિતરણ કરાઈ હતી.

આ રાહત સામગ્રીને પૂર પીડિતો સુધી ઝડપથી પહોંચાડવા માટે પાર્ટીનાં કાર્યકરોની 10 વિશેષ ટીમો બનાવવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો