મલેકપુર : હજરત મોહમ્મદ મુસ્તુફ(સ.અ.વ)ના જન્મદિવસ નિમિત્તે દાઉદી વ્હોરા સમાજ દ્વારા જમાલિ મસ્જીદ પાસેથી ઈદે મિલાદની ઉજવણી નિમિત્તે લુણાવાડા શહેરમાં ભવ્ય ઝુલુસ નીકળ્યું હતું. જેમાં દાઉદી વ્હોરા સમાજના આગેવાન જનાબ આમીલ સાહેબ, તમામ સંસ્થાના મેમ્બર્સ, બુરહાની ગાર્ડ્સ બેન્ડ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. ઈદે મિલાદની ખુશી સાથે પયગંબર હજરત મોહમ્મદ મુસ્તુફ પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા વ્યક્ત કરાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો