વરસાદી માહોલને લઈ જાહેર કરાયેલા રેડ એલર્ટને પગલે વિવિધ વેપારી સંગઠનોએ શુક્રવારે વેપાર-ધંધો બંધ રાખવા નિર્ણય કર્યો હતો. પ્રશાસને નાગરીકો અને કામદારોની સુરક્ષાને ધ્યાને લઈ શુક્રવાર અને શનિવારે ડાયમંડ યુનિટો, ફેક્ટરીઓ બંધ રાખવા આદેશ કર્યો હતો. આ આદેશ બાદ કાપડ માર્કેટો અને વિવિધ સંગઠનો દ્વારા તાત્કાલિક તેના પર અમલ કરાયો હતો અને સંબંધિત વેપારી સંગઠનોને પણ પ્રશાસનના આદેશ પર અમલ કરવા અપીલ કરી હતી. બીજી તરફ કારખાના બંધ રાખવા કરાયેલા આદેશ બાદ મોટાભાગના ડાયમંડ યુનિટો, વીવિંગ કારખાના અને ડાઈંગ મીલોમાં કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું.
