સુરતના ડો. ભાર્ગવ મોદીએ માત્ર 26 વર્ષની વયે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેનેજમેન્ટ વિભાગમાંથી પીએચ.ડી. પૂર્ણ કરી છે. ડો. પ્રથા ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમણે ઔદ્યોગિક ખરીદીના નિર્ણય વિષય પર સંશોધન કરીને વિશિષ્ટ રિસર્ચ મોડેલ વિકસાવ્યું છે. ભાર્ગવે સાત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પરિષદોમાં સંશોધન પત્રો રજૂ કર્યા છે અને બે પેપર પ્રકાશિત કર્યા છે. 20 વર્ષની વયે તેમનું પુસ્તક પણ પ્રકાશિત થયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો