લસકાણાની મોગલ-ટીમાં મધરાત્રે અઢી વાગ્યે નશામાં ધુત્ત બિલ્ડરનું રોબ જમાવવા ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરનાર આશિષ સાકરીયાને પોલીસે દબોચી લીધો હતો. ફાયરિંગમાં વપરાયેલી લાયસન્સ રિવોલ્વર અને બે ફૂટેલાં કાર્ટીઝ કબજે કરી તેની વિરૂદ્ધ ફાયરિંગ અને પીધેલાંનાં બે અલગ અલગ કેસ કર્યા હતા.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે મોટા વરાછા, સ્કાય એપાર્ટમેન્માં રહેતો કેવલ પ્રવિણ માંગુકીયા (ઉ.વ. 28) લસકાણા, આઉટર રિંગ રોડ ઉપર એકલેરા સર્કલ પાસ મોગલ ટી-પાન નામથી ગલ્લો ચલાવે છે. શુક્રવારે રાત્રે અઢી વાગ્યાના અરસામાં તેની દુકાને મિત્રો નયન લીંબાસીયા, પિયુષ હીરપરા, સુનિલ લાખાણી, મયંક વઘાસીયા અને જૈમીશ સવાણી સાથે બેઠો હતો. તે વખતે આશિષ ધનજી સાકરીયા (રહે, યુનિટી ટાવર, સરથાણા, મૂળ રહે, રાજકોટ) તેની કાર લઇને આવ્યો હતો અને પાણીની બોટલ માંગી હતી. પાણીની બોટલ લઇને જવાને બદલે તે આ દુકાનદાર અને તેનાં મિત્રો સાથે મસ્તી-મજાક કરવા લાગ્યો હતો. એક યુવકને તેનાં વાળ ઘણાં લાંબા છે, મને આપી દે તેમ કહી મશ્કરી કરી હતી.
