સુરતના કાપોદ્રા વિસ્તારમાં 2024માં સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં સુરતની કોર્ટે આજે ચુકાદો આપી ન્યાયની જીત કરી છે. આ કેસમાં સગીરાના દુષ્કર્મી પાલક પિતાને કોર્ટે અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની એટલે કે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ, આ કેસમાં દુષ્કર્મ આચરનાર અન્ય એક વૃદ્ધ આરોપીને પણ કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે.

સુરત કોર્ટનો કડક ચુકાદો

કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવાઓ મુજબ, આ નરાધમોએ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, જેના પરિણામે તે ગર્ભવતી બની હતી. કોર્ટે આ હેવાનિયતભર્યા કૃત્યને ગંભીર ગુનો ગણીને કડક સજા ફટકારી છે, જે સમાજમાં એક મજબૂત સંદેશો આપે છે કે આવા અપરાધોને સહેજ પણ સાંખી લેવામાં આવશે નહીં.