પલસાણા : દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે દેશભરમાં યોજાઈ રહેલી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે CRPF દ્વારા આયોજિત બાઈક રેલીનું રવિવારે સાંજે 5 વાગ્યે સુરત જિલ્લાના બલેશ્વર ગામની સંસ્કાર વિદ્યાલય ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીમાં દેશના 11 અલગ-અલગ રાજ્યોના પોલીસ જવાનો તેમજ વિવિધ કેન્દ્રીય પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનો ઉત્સાહપૂર્વક જોડાયા છે. રેલીના કાફ્લામાં 55 બાઈક, 10 બોલેરો, 2 બસ, 6 ટ્રક, 3 એમ્બ્યુલન્સ અને 12 વધારાની બાઈક સહિત કુલ 88 વાહનો સામેલ છે. આ પ્રસંગે સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા સહિતના અધિકારીઓએ ફ્લેગ ઓફ્ આપી બાઈક રેલીને વિદાય આપી હતી. આ સમયે શાળાના સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો