દશામા વ્રતના પ્રારંભની પૂર્વ સંધ્યાએ દશામાની મૂર્તિ ખરીદવા લોકોની ભીડ ઉમટી હતી. ત્યાંથી મૂર્તિ લઈ લોકો ઉત્સાહભેર આગમન યાત્રા કાઢી નિર્ધારિત સ્થળે માતાજીની પ્રતિમાને સ્થાપિત કરી દશામાના વ્રતનો પ્રારંભ કર્યો હતો. દશામાની મૂર્તિ પ્રતિષ્ઠા કરી દસ દિવસ જેમની ઉત્સાહભેર પૂજા-અર્ચના કર્યા બાદ તેનું વિસર્જન કરવામાં આવે છે. પર્વની પૂર્વ સંધ્યાએ સુરત જિલ્લાના બજારોમાં દશામાની મૂર્તિ ખરીદવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. કીમ, કોસંબા, કામરેજ, માંગરોળ, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં દશામાની મૂર્તિ અને પૂજાપો ખરીદવા શ્રદ્ધાળુઓની ભીડ ઊમટી પડી હતી. આવી જ ભીડ ઉત્સવ નગરી કીમમાં જોવા મળી હતી. બજારમાં ઉમળકાભેર લોકોએ દશામાના વ્રતની તૈયારી રૂપે ખરીદીમાં જોડાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો