સુરત શહેરમાં ભૂમાફિયાઓ અને છેતરપિંડી કરનારા તત્વો સામે સુરત પોલીસની ઇકો સેલ પાંખે લાલ આંખ કરી છે. શહેરના ડુમસ વિસ્તારમાં આવેલી કરોડોની કિંમતની જમીન બોગસ દસ્તાવેજોના આધારે પચાવી પાડવાના ગુનામાં પોલીસે આરોપી મોહશીન કાદરમીયા પઠાણની ધરપકડ કરી છે.


5 જેટલા કિંમતી પ્લોટ પચાવી પાડ્યા 

આરોપી મોહશીન પઠાણની છેતરપિંડી કરવાની રીત જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીએ મૂળ માલિકના આધારકાર્ડ પર રહેલા ફોટાનો ઉપયોગ કરી તેમાંથી પાસપોર્ટ સાઈઝના ફોટા બનાવ્યા હતા. આ ફોટાનો ઉપયોગ કરીને તેણે પ્લોટની બોગસ સોદાચીઠ્ઠીઓ તૈયાર કરી હતી. આ નકલી દસ્તાવેજોના આધારે તેણે ડુમસના સુલતાનાબાદ વિસ્તારના 5 જેટલા કિંમતી પ્લોટ પચાવી પાડ્યા હતા.

ફરિયાદીની જાણ બહાર ખેલાયો ખેલ

પ્લોટના મૂળ માલિકને આ અંગે કોઈ જ જાણ નહોતી. જ્યારે માલિકને પોતાની જાણ બહાર જમીનના સોદા થઈ ગયા હોવાની શંકા ગઈ, ત્યારે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ઇકો સેલને જાણવા મળ્યું હતું કે આરોપીએ દસ્તાવેજોમાં છેડછાડ કરી ગંભીર ગુનો આચર્યો છે.

આ પણ વાંચો: Local body election 2026: વડોદરામાં ચૂંટણી પ્રચારમાં શસ્ત્રોનું પ્રદર્શન: ભાજપ ઉમેદવાર રણવીર સિંહની તલવાર સાથે રેલીમાં એન્ટ્રી


  • Follow us on: