રાતના અંધકારને ચીરીને સુરતના આકાશ અને ધરતી પર આતશબાજી એવી ખીલી ઉઠી કે જાણે રોશનીએ જ ઉજવણીની કમાન સંભાળી લીધી હોય. દિવડાની ઝળહળ બાદ ફુલઝડીઓની ચમક, સ્વજનોના ઉમંગ અને આતશબાજીના નયનરમ્ય નઝારો વચ્ચે ડાયમંડ સિટીએ મનભરીને પ્રકાશ પર્વનો રંગીલો રોમાં માન્યો. સુરતની દિવાળી એ હંમેશા માત્ર ઉજવણી નથી હોતી પરંતુ સુરતીઓના જીવંત મિજાજ, સામુહિક આનંદ અને ઉત્સવપ્રિય સંસ્કૃતિનું ઝળહળતું પ્રતિબિંબ હોય છે.
