સુરત : નર્સરી-જુનિયર-સિનિયર કે-જી ગ્રુપના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. વ્યારામાં છેલ્લા 8 વર્ષથી પાનવાડી રોડ પાસે કાર્યરત વ્યારા ડ્રીમ્ઝ પ્લે સ્કૂલમાં ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલનાં નર્સરી-જુનિયર-સિનિયર કે-જી ગ્રુપના વિદ્યાર્થી ડોક્ટર , એન્જિનિયર, સૈનિક, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, પોલીસ, જોકર, પાયલોટ, સ્પાઈડરમેન જેવા પાત્રોના વિવિધ ડ્રેસો ધારણ કરી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં નર્સરી વિભાગમાં (1) ધ્રીયા પટેલ , (2)શ્રીનીધી રબારી, (3) હિતાર્થ ગામિત, જુનીયર કેજીમાં (1) આરના ટંડેલ, (2) હિતાન્શી ચૌહાણ, (3) દવીજ ચૌધરી, તેમજ સિનયર કે-જીમાં (1) કેનિથ વાનખેડે, (2) વૈદિક પારેખ, (3) દીવ્યજીતસિંહ ડોડીયા વિજેતમાં બનતા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામને સફ્ળ બનાવવા માટે વ્યારા ડ્રીમ્ઝ પ્લે સ્કૂલનાં મુખ્ય શિક્ષક નિર્લેપ ભદ્રેશભાઈ શુકલ, શ્વેતા નિર્લેપ શુકલ તથા સ્કૂલનાં શિક્ષકઇન્દિરાબેનએ જહેમત ઉઠાવી હતી.
