સુરતના ન્યુ બોમ્બે માર્કેટમાં ગઈ કાલે મોડી રાત્રે માર્કેટના પાછળના ભાગે આગ લાગી હતી જેથી અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો.
પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવાઇ
આગ લાગતા લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. ઘટના અંગે તત્કાળ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગને કાબુમાં લઇ લીધી હતી.













