પલસાણા : ચલથાણના તેરાપંથ ભવન ખાતે કડોદરા વિભાગ સિનિયર સિટીઝન જનસેવા ટ્રસ્ટ, શ્રી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ, ચલથાણ તેમજ રોટરી ક્લબ ઓફ્ કડોદરાના સંયુક્ત ઉપક્રમે મફ્ત સર્વરોગ નિદાન શિબિર અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં ડાયાબિટીસ, થાયરોઈડ, દાંત, સામાન્ય રોગો તથા આંખોની તપાસ સહિતની વિવિધ તબીબી સેવાઓનો લાભ લોકોએ લીધો હતો. રક્તદાન માટે રેડક્રોસ સુરતની ટીમ દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી અને રક્તદાતાઓ પાસેથી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો