એક તરફ્ સિટી સરવે કચેરીઓના કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે, તો બીજી તરફ્ રાજ્યભરના ગ્રામસેવકોએ તમામ ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર શરૂ કરી દીધો છે. તાજેતરમાં જમીન દફતર અને DILR કચેરીઓના આડેધડ વિભાજન બાદ ઊભી થયેલી વહીવટી અરાજકતા વચ્ચે પગાર નહીં થવો તેમજ ગ્રેડ-પે સુધારણા (લેવલ-4માંથી લેવલ-5 અને લેવલ-5 માંથી લેવલ-7) જેવી લાંબા સમયની માંગણીઓ સરકારે ન સંતોષતાં કર્મચારીઓએ કામકાજ બંધ કર્યું છે. પ્રોપર્ટી કાર્ડ, વારસાઈ નોંધ, હદ માપણી અને ટાઇટલ ક્લિયરન્સ જેવા મહત્ત્વનાં કામો અટકી ગયા છે.બીજી તરફ્ તબક્કાવાર આંદોલનના ભાગરૂપે આવતીકાલે 21મી સપ્ટેમ્બરથી રાજ્યના ગ્રામસેવકોએ તમામ સરકારી પોર્ટલનો બહિષ્કાર કર્યો છે. પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગ્રામસેવકો પેન ડાઉન અને માસ સીએલ બાદ 2 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે, જેનાથી ગ્રામીણ અને ખેતી વ્યવસ્થાને માઠી અસર થશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો