દેશના 16 જેટલાં રાજ્યોના 44 જેટલા મેયરો સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરત શહેર ટેક્સટાઇલ નગરીની સાથે ડાયમંડ નગરી તરીકે પણ જાણીતું હોવાથી આ મેયરોએ બંને ઉદ્યોગોની ખાસ મુલાકાત લીધી હતી. ઇન્દોર સહિત વિવિધ રાજ્યોના 40થી વધુ મેયરોએ સૌપ્રથમ સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ અંતર્ગત તેમણે પાંડેસરા ખાતે આવેલી પ્રખ્યાત લક્ષ્મીપતિ કાપડ મિલની મુલાકાત લીધી હતી.


ઇચ્છાપુરમાં ગ્રીન લેબ ડાયમંડ કંપનીની મુલાકાત લીધી

ત્યારબાદ મેયરોએ સુરતના બીજા મુખ્ય ઉદ્યોગ ડાયમંડ સેક્ટરને નજીકથી સમજવા માટે ઇચ્છાપુર ખાતે આવેલી ગ્રીન લેબ ડાયમંડ કંપનીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે હીરા કઈ રીતે તૈયાર થાય છે તેની સમગ્ર કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાતનો હેતુ સુરતના ઔદ્યોગિક મોડેલને સમજવાનો હતો. ઉદ્યોગોની મુલાકાત બાદ મેયરોએ બેઠક યોજી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: