સુરત શહેરના અમરોલી વિસ્તારમાં થયેલા રેપ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. આ મામલે પોક્સો કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.


રબીઉલ શેખે  12 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું

માહિતી અનુસાર, કેસમાં આરોપી રબીઉલ શેખે 12 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી હતી અને કેસને કોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

 કોર્ટે આરોપી રબીઉલ શેખને આજીવન કેદની સજા સંભળાવી

કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરાયેલા મજબૂત પુરાવાઓ અને સાક્ષીઓના આધારે આરોપી દોષિત સાબિત થયો હતો. તેના આધારે પોક્સો કોર્ટે આરોપી રબીઉલ શેખને આજીવન કેદની સજા સંભળાવી છે.

આરોપીને 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો

આ ઉપરાંત કોર્ટ દ્વારા આરોપીને 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સાથે જ ભોગ બનનાર બાળકીના પુનર્વસન અને સહાય માટે તેને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.


આ પણ વાંચો---   Kutch : 54000 મેટ્રિક ટન ગેસનો જથ્થો લઇને શિવાલિક જહાજ મુંદ્રા પોર્ટ પર પહોંચ્યું, નંદાદેવી જહાજ આવતીકાલે ભારત પહોંચશે



  • Follow us on: