સુરતની ખજોદ ડમ્પિંગ સાઇટ પર સમયાંતરે લાગતી આગની ઘટનાઓ પાલિકા અને સ્થાનિક રહીશો માટે માથાનો દુખાવો બની ગઈ છે. વારંવાર લાગતી આગને કારણે પર્યાવરણ અને જાહેર આરોગ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે સુરત મહાનગરપાલિકાએ હવે આ સમસ્યાના મૂળ સુધી પહોંચવા માટે આધુનિક ટેકનોલોજીનો આશરો લીધો છે.
આગની ઘટનાઓ માથાનો દુખાવો બની ગઈ
ડમ્પિંગ સાઇટની પ્રત્યેક ગતિવિધિ પર નજર રાખવા માટે 17 જેટલા હાઇ-રિઝોલ્યુશન કેમેરા લગાવવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. આ કેમેરા દ્વારા સાઇટનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે, જેથી આગ લાગવાની ક્ષણે જ તેની જાણકારી મળી શકે અને તાત્કાલિક પગલાં ભરી શકાય.આગ કુદરતી રીતે મિથેન ગેસના કારણે લાગે છે કે પછી કોઈ અસામાજિક તત્વો દ્વારા લગાડવામાં આવે છે, તે સત્ય જાણવું અનિવાર્ય છે.
