પલસાણા : પલસાણા તાલુકાના એના, તુંડી અને કરારા ગામોમાં નવનિર્મિત પ્રાથમિક શાળાઓનાં મકાનો સહિત કુલ રૂ. 2.16 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યો કરાયા હતા. જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવી શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ અને સ્માર્ટ બોર્ડ, સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરાઈ છે. આ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં એસબીઆઈ તેમજ ચોકસી પરિવાર દ્વારા વિશેષ યોગદાન આપવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સમીરભાઈ રાજુભાઈ મોદી પ્રમુખ, જિલ્લા પંચાયત, સુરત, ઈશ્વરભાઈ પરમાર ધારાસભ્ય, બારડોલી, ભરતભાઈ રમણભાઈ રાઠોડ પ્રમુખ, અશ્વિનીબેન વાંસિયા, હાર્દિકભાઈ પટેલ, ત્રણેય ગામોના સરપંચો, જિલ્લા પંચાયતની ટીમ, જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ, તાલુકા પંચાયતના પ્રમુખો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો