સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની પાંચ વર્ષની મુદત પૂર્ણ થઈ છે. જોકે, આ પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન જે કામો પૂર્ણ થવાની ખાતરી આપવામાં આવી હતી, તેમાંથી અનેક મોટા પ્રોજેક્ટ્સ હજુ પણ પૂર્ણ થઈ શક્યા નથી. આ અધૂરા કામો હવે આવનારા સમયમાં નવી બોડી માટે પડકારરૂપ સાબિત થશે.
અધૂરા પ્રોજેક્ટ્સની યાદી અને જનતાની હાલાકી
શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચાલતા મુખ્ય કામો જે હજુ પણ પૂરા થવાની રાહ જોઈ રહ્યા છે. શહેરના એન્ટ્રી પોઈન્ટ સમાન આ બ્રિજનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે, જે હજુ પણ પૂર્ણ થયંા નથી. જે કારણોસર વાહનચાલકોને ભારે હાલાકીનો ભોગવવી પડી રહી છે. સુરતની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ સમાન આઉટર રિંગ રોડનું કામ પણ હજુ અધૂરું છે, જેના કારણે ભારે વાહનોનું ભારણ શહેરના આંતરિક રસ્તાઓ પર યથાવત છે. કતારગામ સહિતના વિસ્તારોમાં અનેક નાના-મોટા બ્રિજોના કામો મંદ ગતિએ ચાલી રહ્યા છે.
