સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સતત ત્રીજા દિવસે ત્રણ ફ્લાઇટ્સ રદ થઈ છે અને ઇન્ડિગોની બેંગલુરુ-સુરત, સુરત-ગોવા અને સુરત-પુણે નિર્ધારિત ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, તે સાથે અન્ય 7 ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરોને હાલાકી પડી રહી છે, છેલ્લા ત્રણ દિવસથી ફ્લાઇટ્સો મોડી અને રદ થઈ રહી છે અને સોફ્ટવેર સિસ્ટમમાં ટેકનિકલ ખામી હોવાથી રદ થયા હોવાનું અનુમાન છે.


[[$googlead]]

ઈન્ડિગોની દિલ્હીથી હૈદરાબાદની 3 ફલાઇટ રદ થઈ હતી

આ ઉપરાંત દુબઈ-મુંબઈ સહિતની 12 ફલાઈટ મોડી પડતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગોના કાઉન્ટર આગળ મુસાફરોની લાંબી લાઈનો જોવા મળી હતી. ફ્લાઇટોના શિડ્યુઅલ ખોરવાતા પેસેન્જરોએ કલાકો સુધી રાહ જોવાનો વારો આવ્યો હતો જેના કારણે કેટલાક પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હોવાની પણ માહિતી મળી હતી. ગત બપોર સુધીમાં અમદાવાદ આવતી ૩ ફ્લાઇટ્સ કેન્સલ, ૧૨ ફ્લાઈટ્સ મોડી અને અમદાવાદથી જતી ૯ ફ્લાઇટ્સ પણ મોડી પડી છે.

નવા DGCA સલામતી નિયમોને કારણે કૂની અછત વર્તાઈ છે

જેના કારણે હજારો મુસાફરોને કલાકો સુધી એરપોર્ટ પર ફસાઈ જવાનો વારો આવ્યો હતો. ઈન્ડિગોની સુરત આવતી અને જતી તમામ ફ્લાઈટો મોડી પડી હતી. આજ રોજ સવારની હૈદરાબાદથી સુરત આવતી ફ્લાઇટ દોઢ કલાક મોડી પડી હતી ત્યારે સવારની દિલ્હીથી સુરત આવતી ફ્લાઇટ કેન્સલ થઈ હતી. આ સાથે જ બેંગ્લોરની ફ્લાઈટ પણ રદ થઈ હતી. લગ્નસિઝન ટાણે ફ્લાઈટો કેન્સલ થતાં પેસેન્જરો રોષે ભરાયા મહત્ત્વનું છે કે, નવા DGCA સલામતી નિયમોને કારણે કૂની અછત વર્તાઈ છે.

[[$alsoread]]

ઈન્ડીગોની દેશભરમાં 300થી વધુ ફ્લાઇટો રદ થઈ હતી

જેના કારણે દેશની સૌથી મોટી એરલાઇન્સ ઈન્ડિગોની ફ્લાઈટોને ગંભીર અસર પહોંચી છે. સતત ત્રીજા દિવસે ફ્લાઈટોના શિડ્યુઅલ ખોરવાતા પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ૩૦૦થી વધુ ફ્લાઇટો રદ થઈ હતી. મુસાફરોના જણાવ્યા અનુસાર, લગ્ન સિઝન હોવાથી તેમ જ ડિસેમ્બર મહિનો હોવાથી લોકોના પ્લાનિંગ ખોરવાઈ ગયા છે.


આ પણ વાંચો : Railway News : અમદાવાદથી ઉપડતી આ 5 ટ્રેનના તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર કરાયો, OTP મોકલવામાં આવશે મોબાઈલ નંબર પર



  • Follow us on: