સુરતના ઉધના રેલ સ્ટેશન પર હજારોની સંખ્યામાં મુસાફરો પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા ઉમટ્યા છે, વેઇટિંગ એરિયામાં મોટી સંખ્યામાં મુસાફરોની ભીડ જોવા મળી છે.


સુરતથી મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા ઉમટ્યા

હોળી-ધુળેટીના પર્વને લઈ મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વતન જવા માટે રવાના થયા છે, રેલવેના વેઇટિંગ એરિયામાં મોટી સંખ્યામાં મુસાફરોની ભીડ જોવા મળી છે અને વહેલી સવાર અને મોડી રાતથી મુસાફરો પહોંચ્યા છે, સુરતથી ઉત્તર પ્રદેશ જતી ખૂબ જ ઓછી ટ્રેન છે અને 16 થી 18 કલાકથી મુસાફરો વેઇટિંગ એરિયામાં બેઠા છે.

ઉત્તર ભારતમાં દિવાળી કરતા પણ વિશેષ રીતે હોળી-ઘુળેટીનું પર્વ મનાવવામાં આવે છે

અમદાવાદમાં વસવાટ કરતા યુપી, બિહાર સહિતના રાજ્યોના હજારો લોકો આ તહેવાર ઉજવવા માટે પોતાના વતનમાં જાય છે. અત્યારથી આ પરિવારો પોતાના વતનમાં જવા માંડ્યા છે. જેમાં ગુરૂવાર બાદની અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હઉસફૂલ થઈ ગઈ છે.

ટ્રેનમાં ટિકીટ નહી મળતા મુસાફરોને હાલાકી

પરંતુ આ સમયે તેઓને ટ્રેનની ટિકિટ નહીં મળવાના કારણે ખૂબ જ હાલાકી થતી હોય છે, તેઓ જનરલ કોચમાં જવા માટે મજબૂર થઈ જતા હોય છે અને જનરલ કોર્ટમાં બેસવા માટે પણ તેઓ 16 થી 24 કલાક ફોર્મ પર આવીને લાઈન લગાવીને બેસે છે. હોળીના પર્વ સિવાય આ સમયે અન્ય કારણોસર પોતાના વતન લોકોને પણ ભારે ભીડ હોવાના કારણે હાલાકી થતી હોય છે. આ ઉપરાંત રેલ્વે સ્ટેશન બહાર પણ ટ્રાફિક સહિતની સમસ્યાઓ ન સર્જાય તે માટે પોલીસ પણ સતત કામગીરી કરી રહી છે.


આ પણ વાંચો : Bhavnagar News : જૈનો માટે આજે સૌથી મોટો દિવસ, જય આદિનાથના જયઘોષ સાથે પાલીતાણામાં છ ગાઉની યાત્રાનો પ્રારંભ


  • Follow us on: