સુરતમાં જીજેઈપીસી (GJEPC) દ્વારા આયોજિત આ પહેલ હેઠળ ૨૩ માર્ચથી સુરત ડાયમંડ બુર્સ ખાતે રફ હીરાનું પ્રથમ વ્યુઇંગ શરૂ થવા જઈ રહ્યું છે. દુબઈમાં સર્જાયેલી અસ્થિરતાને પગલે હીરાના વેપારનું સમીકરણ બદલાઈ રહ્યું છે. સોમવાર, ૨૩ માર્ચથી દુબઈની જાણીતી કંપની 'સ્ટાર જેમ્સ' દ્વારા સુરત ડાયમંડ બુર્સ ખાતે રફ ડાયમંડનું પ્રી-ઓક્શન વ્યુઇંગ શરૂ કરવામાં આવનાર છે જે ૨૭ માર્ચ સુધી ચાલશે.
આ ઇવેન્ટમાં દેશ-વિદેશના હીરા વેપારીઓ મોટી સંખ્યામાં જોડાશે
એપિલ મહિનામાં પણ અન્ય વિદેશી કંપનીઓ જીજેઈપીસીના નેજા હેઠળ સુરતમાં ઓક્શન યોજવાની છે.બાયર્સને નજીકથી હીરા જોવાની તક મળશે એસડીબીના ટાવર B સ્થિત SIDC (સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર) ઓફિસ ખાતે યોજાનાર આ પ્રથમ વ્યૂઇંગમાં બાયર્સને હીરાની ગુણવત્તાનું નજીકથી નિરીક્ષણ કરવાની તક મળશે, ત્યારબાદ ઓનલાઈન ટેન્ડરિંગ મારફતે ઓક્શન યોજાશે. ઉદ્યોગજગતના આગેવાનો માને છે કે આવી પહેલોથી પારદર્શિતા વધશે અને આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન મળશે. એસડીબીના વાઈસ ચેરમેન લાલજી પટેલે જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ બૂર્સ હવે વૈશ્વિક સ્તરે ડાયમંડ ટ્રેડિંગ અને ઓક્શન માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે આગળ વધી રહ્યું છે.
