સુરત શહેરના અમરોલી વિસ્તારમાં એક મહિલાની ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે.જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.કોસાડ આવાસ વિસ્તારમાં પ્લાસ્ટિકના કોથળામાંથી એક મહિલાનો મૃતદેહ મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. અમરોલીના કોસાડ આવાસ વિસ્તારમાં એક શંકાસ્પદ પ્લાસ્ટિકના કોથળા અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા કોથળામાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે મૃતદેહને કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો

પોલીસ તપાસ દરમિયાન મૃતક મહિલાની ઓળખ હમીદાખાતૂન તરીકે કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાના માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. ઉપરાંત મોઢું અને ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી અજાણ્યા આરોપીની શોધખોળ શરૂ કરી છે.આ ઘટના બાદ અમરોલી વિસ્તારમાં લોકોમાં ભય અને ચિંતા વ્યાપી ગઈ છે. પોલીસે આસપાસના CCTV ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે આરોપી સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે.


આ પણ વાંચોઃ Sabarkantha News : સાબરકાંઠાના સલાલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન કર્યું


  • Follow us on: