સુરતના વલથાણ-પુણાગામ રોડ પર કેનાલમાં કાર ખાબકી છે અને ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હોવાની વાત છે, ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી છે અને ઘટનામાં કોઇપણ પ્રકારની જાનહાનિ નથી થઈ, તો કાર ચાલકનો બચાવ થયો છે અને ક્રેન બોલાવીને કાર બહાર કાઢવામાં આવી છે.
સુરતના વલથાણ પુણાગામ રોડ પર કાર કેનાલમાં ખાબકી
કાર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી અને કાર કેનાલમાં ખાબક્યા બાદ ચાલક પોતેજ બહાર આવી ગયો હતો જેને પગલે રસ્તે પસાર થતાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને કારને ક્રેનની મદદથી બાહર કાઢવામાં આવી હતી બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી, આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે, કાર ફુલ સ્પીડમાં હતી અને કાબુ ના રહ્યો ચાલકથી એટલે કેનાલમાં ખાબકી હતી.
બે મહિના અગાઉ સુરતમાં કેનાલમાં કાર ખાબકતા 2ના મોત થયા હતા
સુરત જિલ્લામાં વધુ એકવાર ગંભીર અકસ્માતની ઘટના સામે આવતાં બે યુવાન જિંદગીઓ હોમાઈ ગઈ હતી. ઓલપાડ તાલુકાના અંભેટા ગામ નજીક કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી પાણી ભરેલા કાંસમાં ખાબકી હતી, જેના પરિણામે કારમાં સવાર બે સૌરાષ્ટ્રવાસી યુવકોના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યાં હતા.









