ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય 'સુવાલી બીચ ફેસ્ટિવલ-૨૦૨૬'માં પ્રથમ દિવસ તા.૯મી જાન્યુઆરી શુક્રવારે અંદાજિત ૬૫ હજારથી વધુ અને બીજા દિવસે, તા.૧૦મી જાન્યુઆરી શનિવારના રોજ ફૂલગુલાબી ઠંડીમાં અંદાજિત ૧.૫૦ લાખથી વધુ સહેલાણીઓ બીચની મોજ માણવા ઉમટ્યા હતા.


વહીવટીતંત્ર દ્વારા AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) જનરેટેડ કેમેરા લગાવવામાં આવ્યા

સુરતીઓનો મિજાજ જ કંઈક અલગ છે એમ જણાવતા ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ કહ્યું હતું કે, સુરતીઓ સુવાલી દરીયાકિનારે ફૂલગુલાબી ઠંડીમાં પરિવાર સાથે ફેસ્ટિવલની મજા માણવા લાખ્ખોની સંખ્યામાં અહીં ઉમટી પડ્યા છે. આજે જ્યારે આપણી લોકપ્રિય ગાયિકા ભૂમિ ત્રિવેદીના સંગીતના તાલે આપ સૌને ઝૂમતા જોયા છે. બીચ ફેસ્ટિવલના માધ્યમથી સુવાલીને પ્રવાસન નકશા પર એક નવી ઓળખ મળી છે. આ વર્ષે ફેસ્ટિવલમાં ભીડના વ્યવસ્થાપન અને સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) જનરેટેડ કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા સચોટ 'હ્યુમન કાઉન્ટિંગ' કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : Surendranagar News : ચોટીલા તાલુકામાં જુદા જુદા મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો માટે સંચાલક કમ કૂકની નિમણૂંક કરાશે


  • Follow us on: