સુરત વન વિભાગ દ્વારા ડુમસ ખાતે ધારાસભ્ય મુકેશભાઇ પટેલ અને સંદિપભાઇ દેસાઇના હસ્તે રૂ.૧.૧૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વન વિશ્રામ ગૃહનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ અવસરે ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વિકાસના કાર્યો માત્ર શહેરોના કેન્દ્ર સુધી સીમિત રાખવામાં આવ્યા નથી, પરંતુ છેવાડાના માનવી સુધી પહોંચે તે રીતે યોજનાબદ્ધ વિકાસ કરવામાં આવી રહ્યો છે.


ડુમસ દરિયાકિનારે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને નાગરિકો મુલાકાત લે છે

સુરત શહેરનું મહત્વપૂર્ણ પ્રવાસન કેન્દ્ર એવા ડુમસ દરિયાકિનારે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને નાગરિકો મુલાકાત લે છે. પ્રવાસનને પ્રોત્સાહન મળે અને સ્થાનિક લોકોને રોજગારીની તકો ઊભી થાય તે હેતુથી ડુમસ વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે. વન વિભાગ દ્વારા નિર્માણ થનારા આધુનિક સુવિધાયુક્ત વિશ્રામગૃહો દૂરથી આવતા પ્રવાસીઓ માટે ખાસ ઉપયોગી સાબિત થશે તેમજ ડુમસને આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે નવી ઓળખ મળશે.

મસ સુધી પહોંચવાના માર્ગો પાકા બનાવવામાં આવ્યા

આ પ્રસંગે ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ડુમસમાં રૂ.૫૦૦ કરોડના ખર્ચે સિ-ફેસ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, જેમાંથી અંદાજે ૫૦ ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકી રહેલી કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. ડુમસ દરિયાકિનારે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના કારણે આ વિસ્તાર એક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થઈ રહ્યો છે. ડુમસ સુધી પહોંચવાના માર્ગો પાકા બનાવવામાં આવ્યા છે તેમજ પ્રાથમિક સુવિધાઓ સંબંધિત તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

વિશ્રામગૃહો પ્રવાસીઓ માટે ઉપયોગી સાબિત થશે

પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે સાથે જ વન વિભાગ દ્વારા નિર્માણ પામતા વિશ્રામગૃહો પ્રવાસીઓ માટે ઉપયોગી સાબિત થશે. આ તમામ વિકાસ કાર્યોના પરિણામે સુરત શહેરનો સર્વાંગી વિકાસ ઝડપી બન્યો છે. આ પ્રસંગે વન વર્તુળ સુરતના વન સંરક્ષક પુનીત નૈય્યર, સામાજિક વનીકરણ વર્તુળ-ભરૂચના વન સંરક્ષક આનંદકુમાર, સામાજિક વનીકરણ વિભાગ સુરતના નાયબ વન સંરક્ષક મિતલ સાવંત, નાયબ વન સંરક્ષક ધીરજકુમાર,વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો, સહિત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : Surat News : સુરતના ગોડાદરામાં હત્યાની અદાવતમાં ફાયરિંગ, ભોગ બનનારના શરીર માંથી ગોળી કાઢવામાં આવી



  • Follow us on: