શહેરમાં કેટલાક ખાદ્ય વિક્રેતાઓ નફો કમાવાની લાયમાં લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તે હદ સુધી ભેળસેળ કરી ખાદ્ય વસ્તુઓ વેચી રહ્યા હોવાની ફરિયાદો સતત પાલિકાને મળી રહી હતી. જેના આધારે છેલ્લા ૨૦ દિવસથી પાલિકા દ્વારા ખાદ્ય પદાર્થ વિક્રેતાઓ સામે તપાસ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત હાલમાં જ સુરભી ડેરીની અલગ-અલગ શાખાઓમાં પનીરના સેમ્પલો લઈ તપાસ કરવામાં આવી હતી.

[[$googlead]]

વનસ્પતિ ઘી અને ફેટી એસિડનું પ્રમાણ વધારે હતું

તે સિવાય ૩ નવેમ્બરથી ૧૨ નવેમ્બર સુધી પનીર એનાલોગ, ચીઝ, એનાલોગ અને ઘીનું ઉત્પાદન કરતા અન્ય છ સ્થળો પરથી પણ
સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ જાહેર કરાતા અનસેફ ડિકલેર એટલે કે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક જાહેર કરવામાં આવ્યા છે. પાલિકા દ્વારા તેમની સામે આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે. તે સિવાય તમામ સ્થળો પરથી મળેલા ચીઝ એનાલોગનો ૧૦,૦૮૦ રૂપિયાનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તપાસ દરમિયાન ચીઝ એનાલોગમાં ટ્રાન્સફેટનું પ્રમાણ જ્યારે ઘીના સેમ્પલમાં ટ્રાન્સફેટ, વનસ્પતિ ઘી અને ફેટી એસિડનું પ્રમાણ વધારે હતું.

આ જગ્યા પરથી ઘીના નમૂના ફેઈલ

એચ.એલ. ફ્રોઝન, એલએચરોડ
કાલ્ડો એન્ડ ફોઇડ પ્રોસેસ્ડ ચીઝ એનાલોગ

શિવ ધરમરાજ ડેરી, ગોડાદરા
નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગ

એસપી માર્કેટિંગ ઉધના
શ્રી વલ્લભ દેશી ઘી- મેડ ફોમ કાઉ મિલ્ક

જય ગાયત્રી ડેરી પ્રોડકટ, ખટોદરા
ઘી

ઇન્ડિયા ડેરી, નાનપુરા
ઘી

ધી પેલેસ, વરાછા
ભેસનું ઘી
  • Follow us on: