ઓલપાડના માસમા ગામે મહિલા BLO કર્મચારીનું ઘરમાં શંકાસ્પદ મોત નિપજ્યું હતું. આ મહિલાના મૃતદેહનું સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં કાર્બન મોનોક્સાઈડ ગેસને પગલે શ્વાસ રૂધાતા મોતની શક્યતા બહાર આવી હતી. સુરત મનપાના વરાછા પૂર્વ ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી 26 વર્ષિય ડિંન્કલ મહેશભાઈ શિંગોડાવાલા ઓલપાડ તાલુકાના માસમા ગામે ગૃહમ લક્ઝરિયામાં પરીવાર સાથે રહેતી હતી.
સારવાર દરમિયાન તેણીએ અંતિમ શ્વાસ લીધા હતા
સાથે જ BLOની કામગીરી કરી રહી હતી. સોમવારે તેણી ઘરના બાથરૂમમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી. પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી તેણીને બહાર કાઢી તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણીએ અંતિમ શ્વાસ લીધા હતા. ઘટના બાદ તેણીના મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઓલપાડ પોલીસ द्वा२। મંગળવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પ્રાથમિક તારણ મુજબ ગેસ ગીઝરમાંથી થયેલા કાર્બન મોનોકસાઈડના ગળતરને કારણે મોત થયાનું શક્યતા તબીબોએ વ્યક્ત કરી હતી. જોકે મોતની સ્પષ્ટતા માટે વિવિધ સેમ્પલ લઈને FSLમાં મોકલાયા છે. જેના રીપોર્ટ બાદ મોતનું કારણ સામે આવશે.













