સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સરભણ ગામે એક વિચિત્ર ઘટનામાં નકલી કિન્નરોનું ઉઘરાણું ઝડપાઈ ગયું છે. આ નકલી કિન્નરો ગામના હળપતિ વાસમાં ગ્રામજનો પાસે મોટી રકમ માંગીને હેરાનગતિ કરી રહ્યા હતા. ઘણા દિવસોથી આ નકલી કિન્નરો ગામમાં ઉઘરાણું કરતા હોવાની જાણ થતાં બારડોલી ખાતે રહેતા પૂનમ માસી સહિતના અસલી કિન્નરોની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી.

સરભણ માટે કિન્નરોએ ગ્રામજનો પાસે પૈસા માગ્યા

અસલી કિન્નરોએ નકલી કિન્નરોને પકડી પાડ્યા હતા અને તેમને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. નકલી કિન્નરો દ્વારા કરવામાં આવતી ગેરરીતિ સામે અસલી કિન્નરોએ કડક પગલાં લીધા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને કારણે આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.