સુરતના બારડોલીમાં 11થી વધુ ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે, અને 11થી વધુ ભંગારના ગોડાઉનમાં આગથી દોડધામ મચી છે, પ્રાંત અધિકારી દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે અને ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે છે, ગોડાઉનમાં પ્લાસ્ટિક હોવાથી આગ વિકરાળ બની છે.


[[$googlead]]

ધુલીયા ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં આગ

આગના ગોટેગોટા 2 કિલોમીટર દૂરથી દેખાયા છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા છે. ગોડાઉનમાં રહેલો તમામ માલ બળીને ખાખ થઈ ગયો છે, પ્લાસ્ટિકનો સામાન વધુ હોવાથી આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે, પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયાસ કરી રહ્યાં છે પણ આગ હજી પણ બેકાબું છે તો બીજી તરફ 2 કિમી દૂર સુધી આગના ગોટા જોવા મળ્યા છે.

સુરત આગમાં કોઈ જાનહાની નહી

તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને અધિકારીઓ પણ ઘટના સ્થળે છે, આગ કેમ લાગી તેનું કારણ અકબંધ છે, સાથે સાથે મહત્વની વાત એ છે કે, આ ઘટનામાં કોઈ જાનહાની નથી.

[[$alsoread]]

થરાદ APMCમાં બંધ ફેક્ટરીમાં લાગી આગ

બનાસકાંઠાના થરાદમાં જીરા ક્લીનિંગ માટેની ફેક્ટરીમાં આગથી દોડધામ મચી છે, 2 ફાયર ફાયટર દ્વારા આગ પર કાબૂ મેળવાયો છે અને બંધ ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ અકબંધ છે.


આ પણ વાંચો : Ahmedabad News : SIR ઝુંબેશમાં 5.08 કરોડ ફોર્મ પૈકી ASD (ગેરહાજર, સ્થળાંતરિત અને મૃત્યુ) યાદીમાં ધ્યાને આવેલી 10.69 લાખ વિસંગતતાઓની ચકાસણી પૂર્ણતાને આરે


  • Follow us on: