મની લોન્ડરિંગમાં 2.50 કરોડનો દંડનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે અને પ્રવીણ અગ્રવાલે PMOને લખેલા લેટરમાં ઘટસ્ફોટ થયો હોવાની વાત છે, ગજેરા બંધુઓનું શેર ટ્રેડિંગ 1 વર્ષ માટે સસ્પેન્ડ કર્યાનો ઉલ્લેખ કરાયો છે અને 30 માંથી 15 સ્થળો પર આઇટીની સર્ચની કામગીરી પૂર્ણ થઈ છે, ગજેરા ગ્રુપે સુરતમાં કરોડો ઉઘરાવી ટેક્સ ચોરી કર્યાનો આરોપ કરવામાં આવ્યો છે.
પાંચ દિવસની તપાસમાં 25 કરોડ રોકડા અને જવેલરી સીઝ
વસંત ગજેરાને ત્યા સતત પાચમાં દિવસે સર્ચ ઓપરેશન જારી રહેતા ગજેરા પરિવારમાં સન્નાટો વ્યાપી ગયો છે. સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પાંચ દિવસની તપાસમા લક્ષ્મી ડાયમંડમાંથી અધિકારીઓએ અંદાજે ૨૫ કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ અને જવેલરી સીઝ કરી છે. આ બિનહિસાબી રોકડ ગજેરા પરિવારની મુશ્કેલીમાં વધારો કરશે. આ ઉપરાંત આવકવેરાના અધિકારીયોની ટીમે ગજેરા ગ્રુપના સુરત અને મુંબઈ સ્થિત ૩૦થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડયા હતા. જેમાંથી અત્યાર સુધીમા ૧૫ જેટલા વળો પર સર્ચની કામગીરી પુર્ણ જાહેર કરવામાં આવી છે. જોકે, હજુ પણ અન્ય ૧૫ સસ્થળોએ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. બાકીના સ્થળો પરથી મળેલા લોકરો અને દસ્તાવેજોની ચકાસણી હજુ બાકી હોવાનું જાણવા મળ્યું છે.
બેનામી પ્રોપર્ટી ગજેરા ગ્રુપના નામે અને મળતિયાઓના નામે
સુરત અને મુંબઈમાં બેનામી મિલકતો વસાવવામાં આવી હોવાની વિગતો સામે આવી છે અને ઓન ડિલિવરી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં ૭૦% થી ૯૦% રકમ રોકડેલી સ્વીકારીને સરકારને કરોડોના ટેક્સનું નુકસાન પહોંચાડયું. ખોટા દસ્તાવેજો શિડયુલ બેંકો સાથે છેતરપિંડી કરી મેહુલ ચોક્સીની સંપત્તિઓને સગેવગે કરવામાં મદદ કરી હોવાનો આરોપ શેરબજારમાં ગેરરીતિ SEBIના પ્રતિબંધ હોવા છતા અન્યના નામે વ્યવહારો ચાલુ રાખ્યા મેહુલ ચોકસીની સંપત્તિઓને બચાવવા માટે ગજેરા ગ્રુપે ખોટા એગ્રીમેન્ટ્સ અને બેનામી ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનો આક્ષેપ છે. મિલેનિયમ માર્કેટ-૨ અને ૪ પ્રોજેક્ટમાં ૨૦૮૬ કરોડ પૈકી ૧૫૭ કરોડ રોકથી અને બાકીના ૧૯૨૮ કરોડ રૂપિયા રોકડેથી સ્વીકાર્યા હોવાનો ગંભીર આરોપ.
શેર ટ્રેડિંગમાં એક વર્ષ સસ્પેન્ડ પ્રવીણ અગ્રવાલે PMOને લખેલા પત્રમાં ઘટસ્ફોટ
મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટ-૨ અને ૪ પ્રોજેક્ટમાં માત્ર ૭% રકમ ચેકથી બતાવી બાકીની ૯૩% રથમ 'રોકડેથી સ્વીકારી હતી. ગજેરાબંધુ લક્ષ્મી ડાયમંડની સાથે અન્ય ૪૫ જેટલી લ૭મી ગ્રુપ ઓફ કંપનીમાં ડિરેક્ટરપદ ધરાવે છે. મની લોન્ડરિંગનો વેપલો પકડાતા રૂપિયા ૨,૫૦ કરોડનો દંડ, શેર ટ્રેડિંગમાં એક વર્ષ સસ્પેન્ડ પ્રવીણ અગ્રવાલે PMOને લખેલા પત્રમાં ઘટસ્ફોટ કરતા જણાવ્યું છે કે, લક્ષ્મી ડાયમંડ સહિત ૪૫ કંપનીઓ ચલાવતા ગજેરાબંધુઓ મની લોન્ડરિંગનો વેપલો કરતા હોવાનું પકડાતા તેઓને ૨૫૦ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે શેર ટ્રેડિગમાંથી એક વર્ષ માટે તેઓને સસ્પેન્ડ કરાયા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.









