બેંકના ATM મશીન સાથે ચેડાં કરતી ગેંગ ઝડપાઇ છે, સુરતની સચીન પોલીસે 4 લોકોની કરી ધરપકડ અને વિક્કી, છોટુ, ક્રિશ ઠાકુર, કૃષ્ણ રાજપૂતની ધરપકડ કરાઈ છે, ATM મશીન સાથે ચેડા કરી રૂપિયા ઉપાડતા હતા અને રૂપિયાની ટ્રે આગળ કાળી પટ્ટી ચોંટાડી દેતા હતા, આરોપીઓ પાસેથી 18 ATM કાર્ડ, 26,750 રોકડા મળ્યા છે.
સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા
પોલીસે આરોપીઓનું ઘટના સ્થળે રિન્સ્ટ્રક્શન કર્યું છે અને આરોપી પાસેથી અલગ અલગ બેંકના 18 ATM કાર્ડ અને રોકડા રૂપિયા 26,750 મળી આવ્યા છે, આરોપીઓએ થોડા દિવસો પેહલા સચિન વિસ્તારના UCO બેંકનાં ATM મશીનમાં રૂપીયા ઉપાડ્યા હતા, આરોપીઓએ ATM મશીનમાં રૂપીયા ઉપાડવાની ટ્રે આગળ પ્લાસ્ટીકની કાળી પટ્ટી ચોટાડી દેતા હતા અને જે થકી ATM મશીનમાંથી નિકળતા રૂપીયાની ચોરી કરતા હતા, પોલીસે આરોપીઓની MO જાણવા બનાવ સ્થળે લઈ જઈ રિસ્ટ્રક્શન કર્યું.













