ઓફિસ સ્ટાફને ત્યાં રોકડ રકમ મૂક્યાની માહિતી પણ છે અને મોટી ટેક્સ ચોરીની આશંકાને લઇ તપાસ કરવામાં આવી રહી છે, અલગ અલગ 30 સ્થળે 110 અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, ડાયમંડ, રિયલ એસ્ટેટ, શિક્ષણક્ષેત્રે તપાસ ચાલુ છે અને ગઈકાલે દરોડા દરમિયાન દસ્તાવેજ જપ્ત કરાયા છે, લોકર સીલ કરીને રકમ, જ્વેલરી અંગે પણ તપાસ કરાઈ રહી છે.
ભાગીદારોના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા
આ દરોડા ફકત ગજેરા પરિવાર પૂરતા નથી પણ તેમના વ્યવસાયિક ભાગીદારોને ત્યાં પણ પાડવામાં આવ્યા છે. અને આઈટી દ્વારા અલગ-અલગ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે અને ટેકસ કેટલો ભર્યો છે અને કેટલી ચોરી ટેકસમાં કરી છે તે દિશામાં પણ તપાસ ચાલું છે, આઈટી વિભાગે અલગ-અલગ દસ્તાવેજો તપાસ માટે લીધા છે આ ઓપરેશનને પગલે સુરતના અન્ય મોટા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
