સુરત ડાયમંડ સિટી' કે 'ભૂવા સિટી'? એજ ખબર નથી પડતી, ઉનાળાની શરૂઆતમાં ભૂવો પડયો છે જેના કારણે પાલિકાના આંગણે જ તંત્રની પોલ ખુલી ગઈ છે, સુરત મનપાની મુખ્ય કચેરી અને CFO ઓફિસની બહાર આ ભૂવો પડયો છે, ચોમાસું હજુ દૂર છે, છતાં ભર ઉનાળે રસ્તો બેસી જતાં સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.


મનપાની કામગીરી અને ગુણવત્તા સામે ગંભીર સવાલો

સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરીની નજીક ફાયર ઓફિસની બિલ્કુલ સામે શુક્રવારે સાંજે રોડ પર ભૂવો પડી જતા ત્યાંથી અવર-જવર કરતા લોકોમાં ગભરાટ ફેલાયો । હતો. જોકે પાલિકા દ્વારા તરતજ ત્યાં માટી પુરાણની કામગીરી કરી બેરિકેટ મુકી દેવાયો હતો. નીચેથી પસાર થતી પાઇપલાઇનના લીધે માટી ધસી પડી હોવાની આશંકા સેવાઈ રહી છે. ચોમાસાની સીઝનમાં નીચેથી માટી ધસી જતા અનેક વિસ્તારોમાં રોડ પર ભૂવો પડવાની ઘટના અવારનવાર બનતી હોય છે.

ફાયર વિભાગની ઓફિસની સામે ભૂવો પડયો

પરંતુ આજે ઉનાળાની સીઝનમાં મુગલીસરા વિસ્તારમાં ફાયર સ્ટેશન ઓફિસની સામે મોટો ભૂવો પડી ગયો હતો. રોડ પર પડેલા ભૂવાને લીધે વાહનચાલકો અટવાયા હતા. બિલકુલ ફાયર ઓફિસની સામેજ ભૂવો પડતા ઓફિસના અધિકારીઓ અને ત્યાં જરૂરી કામ માટે આવનારા શહેરીજનોને પણ સમસ્યા સર્જાઈ હતી. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ ભૂવો જે જગ્યા પર પડયો હતો ત્યાં નીચેથી પાણીની લાઈન પસાર થતી હોય માટી ધસી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સેન્ટ્રલ ઝોનની ટીમ દ્વારા તરતજ માટી પુરાણ કરી ભૂવો પુરવામાં આવ્યો હતો.


આ પણ વાંચો : Surat News : સુરતના પાંડેસરામાં ડાઈંગ મિલમાં કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકના મોત



  • Follow us on: