સુરત પોલીસને બાળકી મળી ત્યારે બાળકી હસ્તી હોવાથી તેનું નામ હસ્તી પાડવામાં આવ્યું છે, બાળકીની તમામ જવાબદારી સુરત શહેર પોલીસ ઉઠાવશે અને કતારગામ સેન્ટર ખાતે બાળકીને હાલ મુકવામાં આવશે અને બાળકીની નામકરણ વિધિમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત તેમના પત્ની સાથે રહ્યા ઉપસ્થિત રહ્યાં હતા.
બાળકી મળી આવવાનો સમગ્ર કિસ્સો શું હતો
નામકરણની વિધિમાં ડીસીપી, એસીપી સહીત ડિંડોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ રહ્યા હાજર રહ્યો હતો અને ખુબ જ ભવ્ય રીતે ડેકોરેશન કરી સુરત પોલીસે કરી "હસ્તી"ની નામકરણ વિધિ, સુરત પોલીસ કમિશનરનું કહેવું છે કે, બાળકીની દત્તકની કાયદાકીય પ્રકિયા પણ કરવામાં આવશે, સુરતના ડીંડોલી વિસ્તારમાં દેલાડવા તળાવ પાસેથી મળી આવી હતી અને પોલીસે તરત બાળકીને સારવાર હેઠળ ખસેડી હતી અને બાળકીની માતા કોણ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી, છ દિવસ પહેલા આ બાળકી તરછોડેલી હાલતમાં મળી આવી હતી.
