કારણ કે કામ લીધા બાદ અચાનક જ રો-મટીરિયલ્સના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. એક તરફ ભાવ વધારો કરવામાં આવ્યો છે જ્યારે બીજી તરફ રો-મટીરિયલ્સ પર લાદવામાં આવેલા જીએસટીના દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં થોડા સમય માટે તેનો લાભ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરીથી ભાવ વધારો ઝીંકી દેવામાં આવતા જોબવર્ક કરનારાઓએ બેવડો આર્થિક માર સહન કરવાની સ્થિતિ ઉદ્ભવી છે.


એમ્બ્રોઇડરીના સંચાલકો ભાવ વધતા ચિંતામાં મૂકાયા

કાપડ પર એમ્બ્રોઈડરી કરનારાઓની સંખ્યામાં પણ વધારો થવાના કારણે શહેરના અનેક વિસ્તારમાં એમ્બ્રોઈ ડરીના કારખાના કાર્યરત છે, પરંતુ હાલમાં તેઓની સ્થિતિ સૌથી વધુ કફોડી બની છે, કારણ કે પહેલા એમ્બ્રોઇડરીના સંચાલકો દ્વારા જે રો-મટીરિયલ્સનો વપરાશ કરતા હતા તેના પર ૧૨ ટકા જીએસટી વસૂલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમાં ઘટાડો કરીને પાંચ ટકા કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેની સમયમર્યાદા હતી ત્યાં સુધી ભાવ વધારો કરવામાં આવ્યો નહોતો. ત્યારબાદ ભાવ વધારો કરીને હિસાબ સરભર કરી દેવામાં આવ્યો છે.

જરી, ટીકી, મણકા અને મોતીના ભાવમાં વધારો

આ ઉપરાંત છેલ્લા થોડા સમયથી એમ્બ્રોઈડરીમાં વપરાશ કરવામાં આવતા રો-મટીરિયલ્સ જેવા કે દોરા, જરી, ટીકી, મણકા, મોતી, સ્ટોન, કેનવાસ પેપર બેકિંગ, ગુંદર સહિતના સામાનમાં ૧૦ રૂપિયાથી લઈને ૫૦ રૂપિયા સુધીનો વધારો કરી દેવામાં આવ્યો છે. આ વધારો પણ અચાનક કરી દેવામાં આવ્યો હોવાની સાથે દર વખતે અલગ અલગ ભાવે જ તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ કારણોસર એમ્બ્રોઈડરી જોબવર્ક એસોસિયેશનના પ્રમુખ હિતેશ ભીખડિયાએ જણાવ્યું છે કે, વસ્તુની ખરીદી કરતા પહેલા પૂરતી તકેદારી રાખવામાં આવવી જોઈએ. તેમજ જે પણ વસ્તુ ખરીદવામાં આવે તેના પર યોગ્ય ભાવ લખેલો હોય તે નિહાળીને જ તેની ખરીદી કરવી જોઈએ. તેમજ આ જ રીતે ભાવ વધારો ચાલુ રહેશે તો એમ્બ્રોઈડરી ઉદ્યોગ બચાવવો મુશ્કેલ બનશે.


આ પણ વાંચો : Mehsana News : મહેસાણા જિલ્લામાં "PM-RAHAT" યોજના હેઠળ ગુજરાતનો પ્રથમ કેશલેસ કલેમ મંજૂર


  • Follow us on: