12મી માર્ચથી વધારાનો કાર્યભાર સંભાળશે અને 4 જુલાઈ 2014માં સુરત મનપાના કમિશનર હતા તોરવણે SIRને કારણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ નિયમિતપણે થઈ શકી નથી. જેના પગલે ચૂંટાયેલા જનપ્રતિનિધીઓને પ્રજાએ પાંચ વર્ષ માટે આપેલો મેન્ડેટ-અધિકાર પૂર્ણ થતા રોજિંદા વહિવટ-વ્યવસ્થા સંચાલન માટે સરકારે વહિવટદારોની નિયુક્તિ શરૂ કરી છે.


સુરતમાં 12મી માર્ચે મેયરની ટર્મ પૂર્ણ થાય છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવમી માર્ચે મેયર સહિત ચૂંટાયેલી પાંખની મુદ્દત પૂર્ણ થાય છે. સુરતમાં ૧૨મી માર્ચે ટર્મ પૂર્ણ થાય છે. આથી, સરકારે આ બંને સંસ્થાઓમાં અનુક્રમે અધિક મુખ્ય સચિવ- ACS મુકેશ કુમાર અને અગ્રસચિવ મિલિંદ તોરવણેને જ્યાં ચૂંટણી ચૂંટણી ન થાય, નવા ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ કાર્યભાર સંભાળે નહી ત્યાં સુધી 'વહિવટદાર'ની જવાબદારી સંભાળવા આદેશો કર્યા છે. આ બંને મહાનગરો ઉપરાંત વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર એમ છ મ્યુનિ. કોર્પોરેશનમાં પણ સિનિયર IAS ઓફિસરોને વહિવટદાર તરીકે નિયુક્તિ થઈ છે.

હવે મ્યુ. કમિશનરોએ વહીવટદારો પાસે મંજૂરી લેવી પડશે

શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ એમ.થેનારસનની સહીથી પ્રસિધ્ધ અલગ અલગ નોટીફિકેશનોમાં જે કોઈ IASને વહિવટદાર તરીકે નિયુક્તિ અપાઈ છે તેઓ પૂર્વકાળમાં જે તે મ્યુનિસપલ કોર્પોરેશનમાં જ કમિશનર તરીકે કામગીરી સંભાળી ચૂક્યા છે. માર્ચના પહેલા સપ્તાહે મ્યુ. કોર્પોરેશન ઉપરાંત હવે ૭૧થી વધારે નગરપાલિકાઓમાં પણ સ્ટેટ કેડરના અધિકારીઓ વહિવટદાર તરીકે નિયુક્તિ થશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરો એ ચૂંટાયેલી પાંખ દ્વારા સુચવાયેલા. મંજૂરી આપેલા કામોને નાગરીક હિતમાં નિયમો- કાયદાની મર્યાદામાં પાર ઉતારવાના હોય છે. તંત્ર મારફતે તે અમલમાં મુકવાના હોય છે. હવે ચૂંટાયેલી પાંખની અવેજમાં હાલના મ્યુ.કમિશનરોને ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત વહિવટદારો પાસેથી ફાઈલ ઉપર મંજૂરીઓ મેળવવી પડશે.


આ પણ વાંચો : પોલીસ પંચાત : 27 PIની બદલી વચ્ચે વહીવટદારોમાં વહિવટ લેવા હોડ લાગી, શહેરના પૂર્વ વિસ્તારમાં બુટલેગરોએ કયો ખેલ ચાલુ કર્યો ?



  • Follow us on: