સુરત ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ નશાના સોદાગરો વિરુદ્ધ લાલ આંખ કરી છે. ઓલપાડ તાલુકાના કારેલી ગામની સીમમાં આવેલી મધુવન રેસિડન્સીમાં બાતમીના આધારે દરોડો પાડીને પોલીસે મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી સમગ્ર જિલ્લાના ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


સુરત ગામ્ય SOGએ ઝડપી પાડ્યો ગાજો

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મધુવન રેસિડન્સીમાંથી અંદાજે 55 કિલોથી વધુ ગાંજો મળી આવ્યો છે, જેની બજાર કિંમત રૂ.27 લાખથી વધુ આંકવામાં આવી રહી છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી 4 શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી આ રેકેટના મૂળ સુધી પહોંચી શકાય.

પોલીસે 4 ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડની કરી માગણી..

આ ઉપરાંત, આ ગુનામાં સંડોવાયેલા અન્ય 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે નશાનો આ જથ્થો ઓડિશાથી ટ્રેન મારફતે મંગાવવામાં આવતો હતો. સુરતના આસપાસના વિસ્તારોમાં આ ગાંજો સપ્લાય કરવાનું મોટું નેટવર્ક કાર્યરત હોવાનું જણાય છે. ટ્રેન મારફતે માલ મંગાવીને સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં સંગ્રહ કરી તેનું વેચાણ કરવામાં આવતું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: