સમગ્ર મહિના દરમિયાન શાળા-કોલેજો, રસ્તાઓ પર લોકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, સલામતીએ આપણા જીવન અને સુરક્ષા સાથે જોડાયેલો છે. માર્ગ સલામતીએ ટ્રાફિક નિયમોનું પાલન સાથે એકબીજા પ્રત્યેની જવાબદારી છે. સુરતના 'સિગ્નલ ઇમ્પ્લિમેન્ટેશન' મોડલની નોંધ દેશભરમાં લેવાઈ છે.
સુરતીઓએ ટ્રાફિક શિસ્તને પોતાની સંસ્કૃતિ બનાવી રહ્યા છે
સમગ્ર ગુજરાતના ૩૫ ટકા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માત્ર સુરત શહેરમાં છે. આ દર્શાવે છે કે, સુરતીઓ આધુનિક ટેકનોલોજી અને પર્યાવરણ પ્રત્યે કેટલા જાગૃત છે. પોલીસ કમિશનરે કહ્યું કે, સુરત શહેરમાં ટ્રાફિકને લઈને ગયા વર્ષે રોડ એન્જિનિયરિંગ, સર્કલ નાના કરવા, સિગ્નલ લાઈટ ટાઈમિંગ સહિત ટ્રાફિક નિયંત્રણની વિશેષ કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરત પોલીસ ટ્રાફિક સલામતીની જાગૃતિ માટે ‘હેલ્મેટ ડ્રાઈવ’ સાથે જ શહેરમાં 'નો હોર્ન' અભિયાન દ્વારા ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા પર પણ ભાર મુકવામાં આવી રહ્યો છે.
રોંગ સાઈડમાં વાહન ચલાવનાર ચાલકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
છેલ્લા એક વર્ષમાં સુરત પોલીસે ૨૮ જેટલા 'ગ્રીન કોરિડોર' બનાવીને અંગદાનના અંગોને સમયસર અમદાવાદ પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી છે, જેનાથી અનેક લોકોના જીવ બચાવી શકાયા છે એમ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, રોડ-રસ્તા, શાળા, કોલેજ સહિત માર્કેટ વિસ્તારમાં હેલ્મેટની જાગૃતિ માટે વિશેષ અભિયાન સાથે ટ્રાફિક વ્યવસ્થામાં સિગ્નલનું પાલન ન કરનારા અને રોંગ સાઈડમાં વાહન ચલાવનાર ચાલકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વર્ષ ૨૦૨૫માં ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે
જેમાં ૫૫ હજાર લોકોએ રોંગ સાઈડ ડ્રાઈવિંગ, બે લાખ ૩૬ હજાર લોકોએ ઓવર સ્પીડ અને ટ્રાફિક સિગ્નલ ભંગના એક લાખ ૩૦ હજાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં હેલ્મેટ પહેરવા અંગેની જાગૃતિ અને કડક અમલવારીને કારણે માર્ગ અકસ્માતના નોંધપાત્ર ઘટાડો થયો છે. વધુમાં જણાવ્યું કે, ટ્રાફિકના સફળ સંચાલન માટે સુરત પોલીસ, સુરત મહાનગર પાલિકા અને RTO સાથે મળીને સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે. મિની ભારત તરીકે ઓળખાતા સુરતમાં બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા અને કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ સાથે ટ્રાફિક સિગ્નલને અનુસરવા સૌ નાગરિકોને અનુરોધ કર્યો હતો.
હાજર સૌ એ રોડ સેફ્ટીની પ્રતિજ્ઞા લીધી હતી
‘સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી માસ’ની ઉજવણીમાં હાજર સૌએ ટ્રાફિક સિગ્નલ અંગેની ઐતિહાસિક બદલાવની વિડીયોફિલ્મ નિહાળી હતી. વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમો અંગેની સાઈન બોર્ડ દ્વારા સમજૂતી આપી હતી, તેમજ વિવિધ શાળાના બાળકોએ રોડ એક્સિડન્ટ અંગેની જાગૃતિનું નુક્કડ નાટક રજૂ કર્યું હતું. સાથે વિશેષ વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અકસ્માત સમયે મદદરૂપ થનાર રાજવીરને પ્રશંસનીયપત્ર અર્પણ કરી સન્માન કરાયું હતું. હાજર સૌ એ રોડ સેફ્ટીની પ્રતિજ્ઞા લીધી હતી.
મહાનુભાવોના હસ્તે ફ્લેગ ઓફ આપી રોડ સેફ્ટી જાગૃતિ અંગે બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું
આ પ્રસંગે સ્પેશિયલ પોલીસ કમિશનર (સેકટર-૧) વાબાંગ ઝમીર, ઈ. સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) રાઘવેન્દ્ર વત્સ, અધિક પોલીસ કમિશનર ઈકો સેલ કરણરાજ વાઘેલા, RTO એડિશનલ કલેક્ટર એચ. એમ. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમાર, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન લાલજીભાઈ પટેલ, સેક્રેટરી અશોકભાઈ કાનુનગો, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, શિક્ષકો, વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારીઓ, ટ્રાફિક શાખાના જવાનો, અગ્રણીઓ સહિત શહેરીજનો હાજર રહ્યાં.
આ પણ વાંચો : Gandhinagar News : લેગસી વેસ્ટ મુક્ત ગુજરાતની દિશામાં આગેકૂચ, અત્યાર સુધીમાં કુલ 273.33 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો