સુરતમાં પતંગ લૂંટવા જતા કિશોરનું કરંટ લાગતા મોત થયું છે અને પાલનપુર વિસ્તારમાં ડીપીમાંથી પતંગ કાઢતા મોત થયું છે, કરંટ લાગતા ફંગોળાઈને કિશોર લોખંડના સળિયાથી અથડાયો હતો અને કિશોરને હોસ્પિટલ લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો છે, 13 વર્ષીય ગૌતમ મીતલ મૂળ રાજસ્થાનનો વતની છે.
મૃતકના પિતા સચિન વિસ્તારમાં નાસ્તાની લારી ચલાવે છે
સુરતના પાલનપુરમાં ડી.પી.માંથી પતંગ કાઢતા 13 વર્ષના કિશોરને કરંટ લાગતા તેનું મોત થયું છે, બાળક કરંટના ઝટકાથી દુર ફંગોળાયા બાદ તેને લોખંડનો સળિયો વાગ્યો હતો અને જેના લીધે સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા બાદમા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેને ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. મૃતક રાજસ્થાનનો વતની છે અને થોડાક દિવસ અગાઉ સુરત આવ્યો હતો અને આ ઘટના બની છે.
