સુરતમાં રખડતા કૂતરાના ઝુંડે કર્યો બાળક પર હુમલો અને બાળકને મોઢાના ભાગે બચકા ભરતા તેને ગંભીર ઈજા પહોંચી છે, બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે અને સ્થાનિકોનો આક્ષેપ છે કે, ભેસ્તાન વિસ્તારમાં અવાર-નવાર રખડતા કૂતરાનો આતંક જોવા મળ્યો છે અને બાળકને ઘરની બહાર એકલા મોકલતા પણ બીક લાગે છે.
જો કૂતરૂ કરડે તો શું કરવું જોઈએ ?
સૌ પ્રથમ, ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી 15 મિનિટ સુધી સારી રીતે ધોઈ લો.
ઘા પર ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક (આયોડિન/સ્પિરિટ વગેરે) લગાવો.
તરત જ રસી લો અને તબીબની સલાહ અનુસાર રસીકરણનો કોર્સ પૂર્ણ કરો.
પાલતુ પ્રાણીઓને હડકવા (રેબીઝ)થી બચાવવા માટે શું કરવું જોઈએ?
તમારા પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવો અને નિયમિતપણે હડકવા વિરોધી રસી અપાવો.
તમારા પાલતુ પ્રાણીઓને હંમેશા તમારા નિરીક્ષણ હેઠળ રાખો.
તમારા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખો..
જો તમારા પાલતુ પ્રાણીને કોઈ અજાણ્યું પ્રાણી કરડે છે, તો તરત જ તેને તમારી નજીકની પશુચિકિત્સા હૉસ્પિટલમાં લઈ જાઓ.
જો તમારા પાલતુ પ્રાણીમાં હડકવા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તમારા નજીકના પશુચિકિત્સક/મ્યુનિસિપાલિટી અધિકારીને જાણ કરો.
જો કૂતરૂ કરડે તો શું ન કરવું જોઈએ?
ઘા નાનો હોય તો અવગણશો નહિ
ઘા પર મીઠું, હળદર, મરચુ, સરસવનું તેલ ન લગાવશો.
હડકવવા (રબીઝ)ની રસી લેવામાં વિલંબ ન કરો તે જીવલેણ બની શકે છે.
કૂતરું ન કરડે તેના માટે શું ધ્યાન રાખવું જોઈએ.
અજાણ્યા કૂતરાને હેરાન ન કરો, પથ્થર કે લાત ન મારવી.
કૂતરાની નજીક અચાનક ન જવું, ખાસ કરીને જ્યારે તે ખાઈ રહ્યું હોય કે તેના ગલૂડિયા સાથે હોય.
કૂતરો ભસે તો દોડશો નહિ, શાંતિથી ઉભા રહો. કૂતરાની આંખોમાં સીધી નજર ન કરો અને ધીમે ધીમે પાછળ હટો.
બાળકોએ કૂતરાની પૂંછડી પકડવી નહિ અને તેને પજવવું નહિ.
કૂતરાને નિશ્ચિત કરેલી જગ્યા પર જ ખવડાવો. (લોકોની અવરજવર વાળી જગ્યાથી દૂર)
આ પણ વાંચો : Agriculture News : કઠોળના ઉત્પાદનમાં 733% અને તેલીબિયામાં 347%નો અભૂતપૂર્વ વધારો, ગુજરાતનું કૃષિ અને સહકારી મોડેલ રાષ્ટ્ર માટે પથદર્શક