37 કરોડથી વધુની ખોટી રીતે આઇટીસી લીધી હતી અને કૌભાંડના તાર અમદાવાદ, દિલ્હી સુધી જોડાયાની આશંકા છે. તમામ આરોપીને કોર્ટમાં રજુ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.

ડીજીજીઆઈએ ઝડપેલા ત્રણેય આરોપીએ કાગળ પર સમગ્ર વેપાર કરતા હતા

બોગસ બિલીંગ કૌભાંડને અટકાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવતા હોવા છતાં આ બદી અટકવાનું નામ લેતી નથી. બોગસ બિલીંગ કૌભાંડમાં ડીજીજીઆઇએ ૩૭ કરોડથી વધુની ખોટી રીતે આઇટીસી લેનારા ત્રણની ધરપકડ કરી છે. આ કૌભાંડના તાર અમદાવાદ, દિલ્હી અને બેંગલુરુ સુધી જોડાયેલા હોવાની આશંકા છે. ડીજીજીઆઈએ ઝડપેલા ત્રણેય આરોપીએ કાગળ પર સમગ્ર વેપાર કરતા હતા. તેમજ તેઓ દ્વારા લેવામાં આવેલી ખોટી આઇટીસીને આરટીજીએસ અથવા તો એનઈએફટી દ્વારા અન્યના ખાતામાં રકમ મોકલવામાં આવતી હતી.

આ ઉપરાંત જેના પણ ખાતામાં નાંણા મોકલવામાં આવતા હતા

તે રકમ રોકડમાં ઉપાડીને આંગડીયા મારફતે પરત મેળવી લેવામાં આવતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. DGGI એ આરોપીઓના મોબાઈલ જપ્ત કર્યા છે. તેમાંથી મળી આવેલી વાંધાજનક વોટ્સએપ ચેટ્સ, કિંમશન શીટ્સ અને હિસાબી ફોટાઓ આ કૌભાંડમાં તેમની સક્રિય ભૂમિકાના મજબૂત પુરાવા પૂરા પાડે છે. સીજીએસટીની કલમ ૧૩૨ હેઠળ આ બિન-જામીનપાત્ર ગુનો હોવાથી ડીજીજીઆઈ દ્વારા તમામ આરોપીઓને સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા તજવીજ હાથ ધરાઈ છે.

ફાસ્ટેગ અને RFID ડેટાએ ખોલી પોલ

M/s મંગલદીપ ઇન્ક ના પ્રોપ્રાઈટર જ્યોતિ કુમાર ચોરારીયાએ પણ કરોડોનું ફુલેકું ફેરવ્યું છે. આરોપીએ રુપિયા ૧૧.૦૯ કરોડ ની ખોટી ITC મેળવી અને રુપિયા ૮.૯૦ કરોડ અન્યને પાસ ઓન કરી હતી. વાહનોના Fastag અને RFID ડેટા ચેક થયા ત્યારે જાણવા મળ્યું કે ઈ-વે બિલમાં દર્શાવેલા વાહનો ક્યારેય ટોલ પ્લાઝા પરથી પસાર જ થયા નહોતા. સ્ટોક વેરીફિકેશનમાં પણ ૨.૭૦ કરોડની ઘટ મળી હતી.

1.05 ટકા કમિશન માટે આચર્યું કૌભાંડ

અમદાવાદની M/s RT એન્ટરપ્રાઇઝ ના પ્રોપ્રાઇટર બાબુલાલ રાધેશ્યામ શર્માની પણ સુરતથી ધરપકડ કરાઈ છે. બાબુલાલે રુપિયા ૯.૮૦ કરોડ ની બોગસ ITC મેળવી અને રુપિયા ૧૫.૧૭કરોડ ની ક્રેડિટ પાસ ઓન કરી હતી. આરોપીએ માત્ર ૧.૫ ટકા કમિશન મેળવવા અને બોગસ ટર્નઓવર બતાવી બેંક લોન લેવા માટે આ ખેલ રચ્યો હોવાનું સ્વીકાર્યુ છે.


આ પણ વાંચો : Surat News : વસંત ગજેરા સામે બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા ઈન્કમટેકસની તજવીજ, અન્યના નામે મિલકત ખરીદ્યાનું ખુલશે તો સરકાર કબજો લેશે