સુરતના ઘોડદોડ રોડ પર આવેલ નીરજ ફલેટમાં મહિલા લીફટમાં ફસાઈ હતી અને ફાયર વિભાગે મહિલાનો બચાવ કર્યો હતો, દોરડાની મદદથી મહિલાને બચાવી લીધી હતી, તો ફાયર વિભાગે પહેલા લીફટને મજબૂત બાંધી દીધી હતી અને ત્યારબાદ મહિલાનો બચાવ કર્યો હતો, મહિલાને કોઈ ઈજા પહોંચી નથી.


[[$googlead]]

મહિલા ત્રીજા માળે ગ્રીલની જાળીમાં ફસાયેલી હતી

લીફ્ટ છટકે તો મહિલાનો જીવ જાય તેવી સ્થિતિ હતી પરંતુ ફાયર વિભાગે લીફ્ટને મજબૂતીથી બાંધીને સપોર્ટ આપી મહિલાનું રેસ્કયું કર્યુ હતુ. ફાયર વિભાગના અધિકારીનું કહેવું છે કે, આ બનાવમાં લિફ્ટ છટકી ગઈ હોત તો મહિલાનો જીવ જાય તેમ હતો, પરંતુ ફલેટના સ્થાનિકોની મદદ પણ ફાયર વિભાગે લીધી હતી.

જો તમે લિફ્ટમાં ફસાઈ જાઓ તો શું કરવું?

લિફ્ટમાં ફસાઈ જાવ ત્યારે તમે સૌથી પહેલા એલાર્મ બટન દબાવવું જોઈએ. આની મદદથી લિફ્ટ મેનેજર કે આખી બિલ્ડિંગને જાણ થઈ જશે કે કોઈક લિફ્ટમાં ફસાયું છે. તેનાથી જલ્દીથી તમારી મદદ માટે લોકો પહોંચી જશે. આ પછી લિફ્ટમાં આપેલ ફોનનું બટન દબાવો અને લિફ્ટમાં ફસાઈ જવા વિશે સિક્યોરિટી ગાર્ડને જલ્દી જાણ કરો.

[[$alsoread]]


આ પણ વાંચો : Rajkot News : 31 ડિસેમ્બર પહેલા SMCની મોટી રેડ, રાજકોટના જસદણના આટકોમાંથી 2 કરોડનો વિદેશી દારૂ ઝડપ્યો


  • Follow us on: